વસંત ઋતુ એટલે શિયાળા ની વિદાઇ અને ઉનાળા ની શરૂઆત વચે નો સમય. આ ટાઈમ દરમ્યાન ઠંડી બહુ ઓછી લાગે છે પરંતુ ગરમી નો પારો ધીરે ધીરે વધે છે. એટલે આ એવી ઋતુ છે જેમાં તમે બંને ની મજા લઈ શકો છો.
શું તમને ખબર છે? ઋતુ પ્રમાણે આપણું ઘર પણ બદલાય છે?
શિયાળામાં આપણે ઘરમાં ગરમ રહેવા માટે ભારે કપડાં, ગાદલા અને કમ્બલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વસંત ઋતુમાં હવામાન ગરમ થવા લાગે છે, તેથી આપણે ઘરમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે.
તો આજે આપણે વસંત ઋતુ નું શું મહત્વ છે એ જાણીશું અને આ ઋતુ માં સફાઇ કેવી રીતે કરવી તે શીખીશું.
ઘર ની સફાઇ કરતાં પેહલા શું કરવું?
સફાઇ તમે ગમે ત્યારે કરી શકો છો અને ઘર ના કોઈ પણ વિભાગ ની કરી શકો છો. પરંતુ આયોજન પ્રમાણે કરેલી સફાઇ જલ્દી થઈ જાય છે અને તમે માનસિક રીતે તૈયાર રહો છો.
સફાઇ નો મતલબ ખાલી ગંદકી સાફ કરવાનો નથી હોતો. તમારા ઘર ના અલગ અલગ વિભાગ જેમકે કિચન, બેડરૂમ , હૉલ, બાથરૂમ વગેરે ની સફાઇ અને ડિક્લટર (Declutter) ખુબજ સમય માંગી લે છે. તો, તેનું પ્લાનિંગ અથવા આયોજન પેલેથીજ કરીને રાખો.
ઘર માં કેટલા સભ્યો છે, અને કોણ કોણ તમને સફાઇ માં મદદ કરી શકશે તે નક્કી કરો. જો તમે એકલા જ સફાઇ કરવાના હોવ તો તમે કયા સમયે ફ્રી હસો તે પહલે થી જાણી લો અને દર અઠવાડિયા નું સફાઇ કેલેન્ડર બનાવો.
એક ગૃહિણી તરીકે તમે રોજ રૂટિન સફાઇ માટે ટાઇમ કાઢતા હસો પરંતુ “Deep Cleaning” એટલે કે ખુબજ ઊંડાણ પૂર્વક કરેલી સફાઇ માટે યોજના બનાવવી જરૂરી છે. જેમકે એક અઠવાડિયા માં તમે રસોડુ સાફ કરી શકો છો તો બીજા અઠવાડિયા માં તમે બેડરૂમ. એવું જરૂરી નથી કે એક દિવસ માં આખો રૂમ સાફ થઈ જ જવો જોઈએ.
વસંત ઋતુ દરમ્યાન ઠંડી ઓછી થવાં લીધે ગરમ કપડાં, રજાઈ વગેરે નો ઉપયોગ ઓછો થઈ જાય છે. મોજા , રૂમાલ , ટોપી વગેરે જેવી નાની નાની વસ્તુઓ ભી ઘર માં , ખાસ કરીને કબાટ માં, જગ્યા રોકે છે. તો સવથી પેહલા તેમને ધોવા નું કામ કરો. જે કપડાં અને રજાઈ હવે આવતા વર્ષે કામ આવાના છે તે ધોઈ ને એક બાજુ રાખી દો. સફાઇ માટે તમે જે પણ સાધનો નો ઉપયોગ કરવાના છો જેમકે સાવેણી,સૂપડું,પોતા,બ્રશ વગેરે તૈયાર રાખો અને કોઈ ખાસ લિક્વિડ(Liquid) ની જરૂર હોય સફાઇ માટે , ખાસ કરીને બાથરૂમ માટે, તો તે માંગવી ને રાખો.
જો તમે બધી વસ્તુઓ અલગ અલગ કરીને રાખવા માંગતા હોવ તો એના માટે જુદા જુદા સરસ મજાનાં ઓર્ગેનાઇજર (organizers) બજાર માં ઉપલબ્ધ હોય છે તે લઈને રાખો. ઓનલાઇન મગાવાના હોય તો તે લઈને રાખો પછીજ સફાઇ ચાલુ કરો.
ડિક્લટર એટલે શું ? અને તે ક્યારે કરી શકાય ?
ડિક્લટર એટલે “ક્લટર” ને દૂર કરવું. જે વસ્તુઓ તમારા કબાટ માં અને બધી જગ્યા પર બિન-જરૂરી “ક્લટર” ઊભું કરે છે તે બધીજ વસ્તુઓ , નાની હોય કે મોટી , તેને દૂર કરવાની પ્રક્રિયા એટલે ડિક્લટર. જેમકે તમારા ઘર માં નાનું બાળક હોય તો તેના નાના રમકડાં જે તૂટી ગયા હોય, પેન્સિલ રબર , પેન ના ઢાંકણ , પ્લાસ્ટિક ની નાની મોટી વસ્તુઓ વગેરે. મોટી વસ્તુઓ માં કપડાં, જૂતા, ફર્નિચર, વાસણો, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે.
આપણે ઘરના દરેક ખૂણામાં અને કબાટમાં નજર નાખીએ તો આપણને એવી ઘણી વસ્તુઓ મળી આવશે જેનો ઉપયોગ આપણે લાંબા સમયથી કરતા નથી હોઈએ. તૂટેલા રમકડાં, જૂના કાગળો, ન જોઈએ તેવા કપડાં, કે પછી વાપરવામાં ન આવતા વાસણો – આવી બધી વસ્તુઓ ઘર માં જગ્યા રોકે છે અને સાફસફાઈમાં પણ અડચણરૂપ બને છે. ડિકલટર દ્વારા આવી બિનજરૂરી વસ્તુઓને દૂર કરીને આપણે ઘરમાં વધુ જગ્યા બનાવી શકીએ છીએ, જેનાથી ઘર વધુ ગોઠવાયેલું અને સુંદર દેખાશે.
પરંતુ ડિકલટરના ફાયદા માત્ર ઘરની સુંદરતા પુરતા સીમિત નથી. ઘરમાં ઓછી વસ્તુઓ હોવાથી સાફસફાઈ કરવી પણ સરળ બને છે. આપણને જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે છે અને ઘર વધુ સંગઠિત (sangathit – organized) દેખાય છે. આ બધા પરિબળો આપણાં મન ની શાંતિ માં પણ વધારો કરે છે. જ્યારે આપણે આસપાસ ગડબડ જોઈએ છીએ, ત્યારે આપણા મનમાં પણ એક પ્રકારની અવ્યવસ્થા સર્જાય છે. ડિકલટર દ્વારા આ ગડબડ દૂર કરીને આપણે આંતરિક શાંતિ અને સ્થિરતા મેળવી શકીએ છીએ.
વસંત ઋત દરમ્યાન સાફ સફાઇ કેવી રીતે કરવી
- સવથી પેહલા જે રૂમ સાફ કરવાનો છે તે જગ્યા પર લોકો ની અવર જવર બંધ કરી દો. થોડા ટાઇમ પૂરતું તમારા ફેમિલી ના સભ્યો ને કહો કે સહકાર આપે. કોઈ હેલપર (કામવાળા) ની મદદ જોઈએ તો બોલાવી લો.
- કબાટ , ડ્રૉઅર અને બીજા ખાનાઓ તમારા રૂમ માં હોય ત્યાં થી શરૂઆત કરો. તે બધા ખાલી કરી દો. જુદી જુદી વસ્તુઓ કોરા અને ભીના કપડાં થી સાફ કરો
- પછી કબાટ ના ખાના એક પછી એક સાફ કરો અને અંદર બહાર થી આખો કબાટ અને ડ્રૉઅર સાફ કરો,
- રૂમ ની છત પર અને ઉપર ની બાજુ ના બધા બાવા સાફ કરો. પંખો,ટ્યૂબલાઇટ, એસી બધુ સાફ કરો.
- સફાઇ થઈ ગયા પછી અલગ અલગ વસ્તુઓ જેમકે આરો (R.O), માળિયા ના ડબ્બા વગેરે પર પ્લાસ્ટિક નું કવર ચડાવી દો.
ડિકલટર કરવાની પદ્ધતિ
- યોજના બનાવો:
ડિકલટર શરૂ કરતા પહેલા, કયા કયા રૂમમાંથી શરૂઆત કરવી તે નક્કી કરો.
એક સમયે એક જ રૂમ પર ધ્યાન કેન્દ્રિત કરો.
ડિકલટર માટે પૂરતો સમય કાઢો.
- વસ્તુઓને વર્ગીકૃત કરો:
રૂમમાં રહેલી દરેક વસ્તુને ચાર ભાગમાં વહેંચો:
રાખવા માટે (જે વસ્તુઓ ઉપયોગી અને જરૂરી છે)
ફેંકી દેવા માટે (જે વસ્તુઓ તૂટી ગઈ હોય અથવા બિનજરૂરી હોય)
દાન કરવા માટે (જે વસ્તુઓ સારી હોય પણ તમારા માટે ઉપયોગી ન હોય)
વેચવા માટે (જે વસ્તુઓ સારી હોય અને તમે તેને વેચીને પૈસા મેળવી શકો)
- ભાવનાત્મક રીતે જોડાણ છોડો:
વસ્તુઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેવાને કારણે ઘણી વખત ડિકલટર કરવું મુશ્કેલ બની જાય છે.
યાદ રાખો કે વસ્તુઓ કરતાં તમારી શાંતિ અને સુખ વધુ મહત્વનું છે.
- દરેક વસ્તુને કાળજીપૂર્વક વિચારો:
દરેક વસ્તુને હાથમાં લો અને વિચારો કે તેનો છેલ્લા કેટલા સમયથી ઉપયોગ થયો છે.
જો તમને તે વસ્તુની ખરેખર જરૂર હોય તો જ તેને રાખો.
- બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરો:
ફેંકી દેવા માટેની વસ્તુઓને કાળજીપૂર્વક કાઢી નાખો.
દાન કરવા માટેની વસ્તુઓને ગરીબોને અથવા કોઈ સંસ્થાને દાન કરો.
વેચવા માટેની વસ્તુઓને ઓનલાઈન અથવા કોઈ દુકાનમાં વેચો.
સાર
જે વસ્તુઓ નકામી છે તેનો સંગ્રહ ના કરવો જોઈએ અને ઘર ને હમેશા સાફ રાખવું જોઈએ. વસંત ઋતુ એક નવું વર્ષ છે તેમ સમજી ને ઘર ને દિવાળી ના તહવાર ની સફાઇ ની જેમ સાફ કરો અને સજાવો.